અંબાલાલ પટેલે કરી આગાહી, મે મહિનાના અંતમાં વરસશે વરસાદ
તેની સાથે હવામાન વિભાગ દ્વારા ભયાનક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પહેલા ઉત્તર-પશ્ચિમમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે . વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના લીધે રાજ્યમાં ભારે પવન નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દરિયાકાંઠે મીની વાવાઝોડું ફૂંકાશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ-પશ્ચિમ ૬૫ કિ.મી.સુધીની ઝડપ સાથે મીની વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસા પહેલા વાવાઝોડાને બદલે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે. તેના લીધે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તા.૨૬ મે સુધી 30 થી 40 કિ.મી.ની ઝડપે તથા દરિયાકાંઠે ૬૫ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. તેના લીધે ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયો ખેડવા મનાઈ ફરમાવી છે. આજે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઈ ને પશ્ચિમી તરફ વળી છે અને અરબી સમુદ્ર ઉપરથી વધુ તેજ ગતિએ પવન પણ ફૂંકાયો હતો.