AhmedabadGujarat

બિપોરજોય  વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાના લીધે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ  વાવાઝોડું હવે ધીરે-ધીરે તાકાતવર બનશે. હવામાન વિભાગ મુજબ, બિપોરજોય  વાવાઝોડું પોરબંદર ના દરિયા કિનારાથી 870 કિલોમીટર દૂર રહેલું છે અને 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે સતત આગળ વધી રહ્યું છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તેને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યું છે કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. રાજ્યના પશ્ચિમ કાંઠા ના ભાગોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. વાવાઝોડાના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. તેની સાથે ગુજરાતમાં વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. જ્યારે વાવાઝોડાના લીધે કચ્છ, રાજસ્થાનના ભાગોમાં વરસાદી માહોલ બનશે. આગામી 14 અને 15 જૂન સુધીમાં વરસાદ રહેશે. જ્યારે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ મુજબ, આ  વાવાઝોડું આવતીકાલના રોદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા રહેલી છે. આ વાવાઝોડાની અસર કેરળ-કર્ણાટક, લક્ષદ્વીપ-માલદીવમાં દેખાશે. તેના સિવાય ગોવા મહારાષ્ટ્રના દરિયાકાંઠે આજથી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેલી છે. વાવાઝોડા ની અસર ગુજરાતના દરિયાકાંઠે 11 થી 13 જૂન દરમિયાન જોવા મળશે.

નોંધનીય છે કે, મધ્ય તેમજ ઉત્તર અરબી સમુદ્ર પર 11 જુનના રોજ વાવાઝોડાની અતિ વિનાશક સ્થિતિ જોવા મળે તેવી શકયતા રહેલી છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની સ્થિતિ ખૂબ જ ગંભીર રહે તેવી સંભાવના છે. મધ્ય તેમજ ઉત્તર અરબી સમુદ્ર પર 12 જુનના રોજ વાવાઝોડાની ખૂબ જ વિનાશક સ્થિતિ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ અત્યંત ગંભીર રહે તેવી શક્યતા છે. તો મધ્ય તેમજ ઉત્તર અરબી સમુદ્ર પર 13 જુનના રોજ વાવાઝોડાની સ્થિતિ અતિ વિનાશક જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખૂબ જ ગંભીર રહે તેવી શક્યતા છે.