અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી,દર્દીને રસ્તા વચ્ચે જ રખડતો કર્યો,જાણો વિગતે..
એકબાજુ અમદાવાદમા કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા એવામાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે . તમને જણાવી દઈએ કે દર્દીને ડિસ્ચાર્જ કરવાની ઉતાવળમાં કોરોનાના એક દર્દીને બસમાં બેસાડીને એને ઘરે પહોચડવાના બદલે અડધા રસ્તે જ ઉતારી દીધા હતા.
સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ઘરે પહોંચતા જ આ દર્દીની તબિયત બગડતા દર્દી ને ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.અહી ઉલ્લેખનીય છે કે દાણીલીમડા ના રતિલાલ શ્રીમાળી નામના દર્દી 20 દિવસથી સિવિલમા સારવાર લઈ રહયા હતા. તમને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલની બસ દ્વારા દાણીલીમડા ની જગ્યા એ તેમણે ખોખરા ઉતારી દેવામાં આવતા તેમની તબિયત લથડી હતી. અહી નોધપાત્ર વાત એ છે કેરતિલાલ સિવિલ હોસ્પિટલમાં જ કામ કરતા હતા અને હાલ નિવૃત થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર વાત કરીએ તો શુક્રવારે તેમને બસમાં બેસાડી દેવામાં આવ્યા અને કહ્યું કે હવે તમને સારું છે. એમ કહીને તેમને ઘરે મુકવા જઇ રહ્યા હતા તે સમયે તેમના પરિવારને પણ કોઈએ જાણ કરી ન હતી.આખરે એક અન્ય દર્દીએ રતિલાલના દીકરાને ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.
રતિલાલના દીકરા નવીનને આ બાબતની જાણ થતાં તેને બસ ડ્રાઈવરનો નંબર શોધી કાઢ્યો હતો અને તેમની બસના ચાલક સાથે વાત થઈ. બસ ચાલકે નવીનભાઈને એવું કહ્યું કે 2 કલાક બાદ રતિલાલને અમે દાણીલીમડા મુકવા આવીએ છીએ પરંતુ ખોખરા આવ્યા બાદ ડ્રાઈવરે નવીનભાઈને કહ્યું હતું કે આગળ રસ્તા બંધ છે તમારે જાતે જ એમને આવીને લઈ જવા પડશે.
આ સમગ્ર ઘટના અંગે પુત્ર નવીનભાઈએ જણાવ્યું હતું કે મારા પિતાને ઘરે ઉતરવાના બદલે ખોખરા જ ઉતારી દેવામાં આવ્યા હતા હું જેમ તેમ કરીને તેમને ત્યાં લેવા ગયો હતો અને જ્યારે તેમને ઘરે લઈને અવ્યો તો તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી અને તેઓ શ્વાસ પણ સરળતાથી લઈ શકતા ન હતા. જેથી 108માં લઈ જઈ અને તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.