AhmedabadCrimeGujaratMadhya Gujarat

અમદાવાદ: પ્રેમિકાએ ફોનમાં બ્લોક કરી દેતા યુવકે ભર્યું એવું પગલું કે…

અમદાવાદમાં સાઇબર ક્રાઇમે એક એવા આરોપીની હાલ ધરપકડ કરી છે. જે તેની મહિલા મિત્ર સાથે ગાળેલ અંગત પળોના ફોટા તેમજ વિડિયો યુવતીના પરિવારના લોકોને મોકલતો અને બદનામ કરતો હતો. પોલીસે આ આરોપીની અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. નોંધાયેલ ફરિયાદ અનુસાર, યુવક અને યુવતી વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રેમ સંબંધ હતો. જો કે બાદમાં આ યુવતી વધુ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. અને તે સમયગાળા દરમ્યાન યુવક અને યુવતી બંને વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રોજબરોજના ઝગડાનો લઈને યુવતીએ તેના પ્રેમીને મોબાઈલ ફોનમાં બ્લોક કરી દીધો હતો. ત્યારે ગુસ્સે ભરાયેલા પ્રેમીએ યુવતીને દાઝમાં રાખીને તેમના બંનેની અંગતપળોના ફોટા તેમજ વિડીયો યુવતીના પરિવારના લોકોને મોકલીને બ્લેકમેલ કરતો હતો. આરોપી પ્રેમીએ યુવતીને એવી ધમકી આપી હતી કે, જો તે ફોનમાં તેને અનબ્લોક નહીં કરે તો એ સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો વાયરલ કરશે. યુવકની આ પ્રકારની ધમકીથી યુવતીના પરિવારજનો ગભરાઇ ગયા હતા.

નોંધનીય છે કે, યુવકની આ પ્રકારની હકરતથી ગભરાઈ જતા યુવતીનઆ પરિવારજનોને આ સમગ્ર ઘટનાને લઈને સાયબર ક્રાઇમને જાણ કરી હતી. અને યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે ન્યુ રાણીપ વિસ્તારમાંથી આરોપી યુવક પાર્થ ચાંપનેરીની ધરપકડ કરી છે. અને યુવકનો ફોન જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે