Ahmedabad

લોકડાઉનમાં પડી રહેલ મુશ્કેલીઓ વચ્ચે પણ આ અમદાવાદી કરી રહ્યો છે માનવતાનું કામ, દરેક ગુજરાતીઓએ શીખવું જોઈએ..

કોરોનાના પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે, ત્યારથી તમામ લોકોને ઘણી બધી પ્ર્કારની મુશ્કેલીઓ પડી રહી છે જોકે લોકો તો કઈ પણ કરીને બીજા લોકો જોડેથી પણ મદદ માગીને પોતાને પડી રહેલ મુશ્કેલીઓ ઓછી કરી શકે છે પરંતુ અબોલા જીવ લોકોનું સુ થતું હશે એનો વિચાર ઓછા લોકો કરતાં હોય છે. આજે તમને જણાવી દઈએ કે એવા ઓછા લોકો છે જે સતત આવી પરિસ્થિતિમાં પણ અબોલા જીવ અંગે વિચારતા હોય છે.

તમને જણાવી દઈએ કે લોકડાઉન શરૂ થયું ત્યારથી જ કિચન એક્ષપ્રેસ ના સહયોગી થી એનીમલ લાઈફ કેર દ્વાર સીટી વિસ્તાર મા અબોલ જીવો ને ખોરાક પુરો પાડવામાં આવે છે સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે આપણી આજુબાજુ વિસ્તારમાં રહેતા અબોલ જીવોને લોકડાઉન ને કારણે પૂરતો ખોરાક નથી મળી રહેતો હોતો.

પરંતુ તમને જણાવી દઈએ કે અમદાવાદ ના મોટા રોડ પર જ્યાં જ્યાં અબોલ જીવોને ચણવા માટે ચબુતરા છે કે જ્યાં દરરોજ ખુબ જ મોટી સંખ્યામાં પક્ષીઓ દરરોજ દાણા ચણવા આવતા હોય છે ખોરાક લેવા ચણવા આવતા હોય છે ત્યાં “કિચન એક્સપ્રેસ” ના માલિક ચિરાગ ભાઈ પટેલ ના સહયોગ થી એનીમલ લાઈફ કેર ના મંત્રી વિજય એન ડાભી તથા તેમની ટીમ ઘ્વારા ત્યાં દરરોજ ચણ નાખી તેમની ભુખ સતોષવામા આવી રહી છે.

મિત્ર વિનય ડાભીનું આ કામ ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય છે તેમણે આવી વિકટ પરિસ્થિતીમાં પણ અબોલ જીવોને નવું જીવનદાન આપ્યું છે. મિત્રો આ એવો સમય છે જેમાં મનુષ્યતો બોલીને પણ પોતાનું પૂરું કરવા પ્રયત્ન કરતાં હોય છે પરંતુ અબોલ જીવોનું શુ? એ અંગે વિચારવા બદલ મિત્ર વિનય ડાભીના કામને ખૂબ જ શુભેછાઓ.

અમારી સાથે વાત કરતાં મિત્ર વિનય ડાભીએ આની લોકોને પણ અપીલ કરી છે કે આપ ભલે લોકડાઉનના કારણે પોતાની સલામતી માટે ઘરમાં રહો પરંતુ તમારી આજુબાજુ અબોલા જીવો માટે ચણ તથા પાણીની વ્યવસ્થા અવશ્ય કરજો.હવે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે એટલે અબોલા જીવોને ખરેખર આપણી મદદની જરૂર પડશે.