BjpCongressIndiaPolitics

અમિત શાહે કહ્યું કે, જો ભૂલથી પણ અહિયાં કોંગ્રેસની સરકાર આવશે તો….

કર્ણાટક (Karnataka) માં ચૂંટણી જીતવા માટે પાર્ટીઓએ પોતાના કંઠમાંથી તમામ તીર છોડ્યા છે. ઉમેદવારો ઘરે-ઘરે જઈને તેમની તરફેણમાં મત આપવાનું કહી રહ્યા છે. આ સાથે પક્ષોના મોટા નેતાઓ મોટી રેલીઓ યોજીને ઉમેદવારોની તરફેણમાં વાતાવરણ બનાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ઉત્તર કર્ણાટક ક્ષેત્રના તેરદાલમાં એક જાહેર સભાને સંબોધિત કરી હ્યી. આ જાહેરસભામાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

અમિત શાહે કહ્યું કે કર્ણાટકના લોકો માટે એક તરફ ડબલ એન્જિનની સરકાર છે અને બીજી તરફ રિવર્સ એન્જિનની સરકાર છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ (Congress) આવશે તો સૌથી મોટો ભ્રષ્ટાચાર થશે, તુષ્ટિકરણ થશે, ભત્રીજાવાદ થશે અને કર્ણાટક રાજ્ય રમખાણોનો શિકાર બનશે. પરંતુ જો રાજ્યમાં ભાજપની ડબલ એન્જિન સરકાર ફરી સત્તામાં આવશે તો રાજ્ય સુરક્ષિત હાથોમાં વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધશે.

અમિત શાહે કહ્યું કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 9 વર્ષથી કર્ણાટકને અનેક યોજનાઓ આપવાનું કામ કર્યું છે. મોદીજીના નેતૃત્વમાં આવનારી ચૂંટણીમાં ડબલ એન્જિનની સરકાર બનાવો. આ અમારા ઉમેદવારને ધારાસભ્ય બનાવવાની ચૂંટણી નથી, આ કર્ણાટકનું ભવિષ્ય મોદીજીને સોંપવાની ચૂંટણી છે, આ રાજ્યને સંપૂર્ણ વિકસિત બનાવવાની ચૂંટણી છે.

આ પણ વાંચો: હિંસક બનેલી શ્વાનની ટોળકીએ એક મહિનામાં 9 માસુમોને કર્યા ઘાયલ

આ પણ વાંચો: Gajlaxmi Rajyog : ગુરુ ગોચરથી મેષ રાશિમાં બન્યો ગજલક્ષ્મી રાજયોગ, બદલાશે આ લોકોનું ભાગ્ય

બીજી તરફ, અમિત શાહની આ જાહેરસભા બાદ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભારતીય જનતા પાર્ટી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સરકારે છેલ્લા 3 વર્ષમાં રાજ્યને બરબાદ કરી નાખ્યું. અહીંની સરકારે રાજ્યને ઉગ્ર રીતે લૂંટ્યું અને કેન્દ્ર સરકારે પણ સાથ આપ્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કર્ણાટક સાથે હંમેશા સાવકી માનું વર્તન કર્યું છે અને આ વખતે કર્ણાટકની જનતા ભૂલ નહીં કરે અને કોંગ્રેસને પૂર્ણ બહુમતીથી ચૂંટણી જીતાડશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે