GujaratSaurashtra

અમરેલીના ધારીના MLA જે.વી. કાકડીયાની કારે બાઈક ચાલક યુવકને લીધો અડફેટે

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત  અમરેલીના ધારીથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી માં ધારીના ધારાસભ્ય ની કારની અડફેટે દ્વારા એક યુવાનને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય જે. વી. કાકડીયાની કાર દ્વારા યુવાન ને અડફેટે લેવામાં આવ્યો છે. ધારીના છતડિયાના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત કેતન નામના યુવાનને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવક સાવરકુંડલાના કરજાળા ગામ નો રહેવાસી હોવાની જાણકારી સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેની સાથે  સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ સિવાય યુવાનના પરિવારજનોને પણ આ અકસ્માતને લઈને જાણ કરવામાં આવી હતી. અકસ્માતના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.