AMTS અને BRTS બસ સેવાનો ઉપયોગ કરનાર લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આજથી AMTS અને BRTS બસ સેવાના ભાડામાં કરાયેલ વધારો અમલમાં આવી ગયો છે. છેલ્લા 10 વર્ષથી AMTS અને BRTSના ભાડામાં વધારો કરાયો ન હતો. AMTS અને BRTSમાં પહેલા લઘુતમ ભાડું 3 રૂપિયા હતું જે હવે તંત્રએ ભાડું વધારતા 5 રૂપિયા ચૂકવવું પડશે. તો મહત્તમ ભાડું 30 રૂપિયા જેટલું કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આજથી AMTS અને BRTS બસ સેવાના ભાડામાં કરાયેલ વધારો અમલમાં આવ્યો છે. આજથી AMTS અને BRTS બસ સેવાનું લઘુતમ પાંચ રૂપિયા હશે. જ્યારે દેશનાં અન્ય શહેરો જેવાં કે દિલ્હી, મુંબઈ, કોલકત્તા તેમજ બેંગલુરુ જેવા શહેરોની સરખામણીમાં ઘણું ઓછું છે. છેલ્લા 10 વર્ષથી AMTS અને BRTS બસ સેવાના ભાડામાં વધારો કરવામાં આવ્યો નહતો. ત્યારે આજથી AMTS અને BRTS બસ સેવામાં તંત્ર દ્વારા વધારાયેલ ભાડું અમલમાં આવી ચૂક્યું છે.
તમને જણાવી દઈએ કે, BRTS અને AMTS બસ સેવન ભાડાં એકસરખા જ હોવાથી એક જ ટિકિટમાં બંને બસસેવાનો લાભ મુસાફરોને મળે તે પ્રકારનું આયોજન થવાના કારણે હવેથી મુસાફરો માટે બસના વધુ વિકલ્પ રહેશે. ઈન્ટિગ્રેટેડ ટિકિટિંગ કરવામાં મુસાફરોને સરળતા રહેશે અને એક વાર ટેપ-ઈન તેમજ ટેપ-આઉટ કરવાની સુવિધા પણ મળશે.
નોંધનીય છે કે, છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત AMTS અને BRTS બસ સેવાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને પગલે AMTS અને BRTS બસ સેવાનો લાભ લેનારા મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.