AhmedabadGujarat

અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા પ્રતિ કિલો ફેટના દૂધના ભાવમાં કર્યો મોટો વધારો

અમૂલ ડેરીને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, પ્રતિ કિલો ફેટે રૂપિયા 30 નો વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે અમૂલ સાથે જોડાયેલા સાત લાખ પશુપાલકોને તેનો ફાયદો થશે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરાશે. જ્યારે હવે નવો ભાવ પ્રતિકિલો ફેટ 850 રૂપિયા કરવામાં આવ્યો છે. ગાયના દૂધમાં પણ પ્રતિકિલો ફેટે 13.70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક થતી હોય છે. તેની સાથે અમૂલની વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવતી રહે છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. આ અગાઉ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 820 રૂપિયા હતો જેમાં 30 રૂપિયાનો વધારો કરી 850 રૂપિયા પ્રતિ કિલો ફેટે કરવામાં આવ્યો છે. જ્યારે હવે આ જાહેરાત બાદ પશુપાલકો ખુશી છવાઈ ગઈ છે. અમૂલ ડેરી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સાત લાખ પશુપાલકોને ફાયદો થવાનો છે.