જન્મ દિવસ પહેલા પુણ્ય કમાવવા જતી 18 વર્ષીય દીકરી કાર અકસ્માતમાં મોતને ભેટી
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક વડોદરાથી સામે આવ્યો છે.
વડોદરાના કરજણ-મીયાગામ રોડ પર આવેલ માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનાર જામનગરની યુવતી અકસ્માતનો ભોગ બની છે. જામનગરની યુવતીને કાર દ્વારા અકસ્માત મારવામાં આવતા તેનું દર્દનાક મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુવતી પુણ્યદાન કરવા જઈ રહેલી યુવતી ને માર્ગમાં મોત મળ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા કાર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વની વાત એ છે કે, કરજણ-મિયાગામ રોડ પર આવેલ માલિની કિશોર સંઘવી હોમિયોપેથીક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં જામનગરની લેન્સી પરિમલભાઈ મહેતા છેલ્લા પાંચ મહિનાથી BHMS નો અભ્યાસ કરી રહી છે અને તે અહીં હોસ્ટેલમાં જ રહેતી હતી. એવામાં તે બહેનપણી નો કોલેજના ચાલુ દિવસ દરમિયાન જન્મદિવસ આવતો હોવાના લીધે ત્રણ બહેનપણી રવિવારની રજા હોવાના લીધે વડોદરામાં જલારામ વૃદ્ધા આશ્રમમાં પુણ્યદાન કરવા માટે જઈ રહી હતી. એવામાં ત્રણેય છાત્રા કોલેજ ગેટ પાસે રોડ ક્રોસ કરવા ઉભેલી હતી અને તે સમય કરજણ બાજુથી આવી રહેલી કાર દ્વારા લેન્સીને ટક્કર મારવામાં આવી હતી.
આ પણ વાંચો: બ્રેઈન સ્ટ્રોકના ચિહ્નો મહિનાઓ પહેલા જ દેખાવા લાગે છે, અવગણવાની ભૂલ ન કરો
કાર દ્વારા ઠોકર વાગતા જ લેન્સી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ માલિની કિશોર સંઘવી હોસ્પિટલમાં લેન્સીને સારવાર માટે લઇ જવામાં આવી હતી. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન લેન્સીનું કરુણ મોત થયું હતું. પોલીસ દ્વારા હાલમાં કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.