રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક અકસ્માત પાટણ જિલ્લાના સમીથી કાર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર આઈસર ટ્રકની પાછળ ઘુસી જતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં સમી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન પાસે કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવી રહેલ કારના ચાલક દ્વારા સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવી બેસતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી. જ્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા. ઘટના સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા
સ્થાનિક લોકો દ્વારા આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા સમી પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા.