GujaratSouth GujaratSurat

નાઈટડ્યુટી કરીને ઘરે જઈ રહેલા કારીગરને ટ્રક ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળ પર જ મોત

સુરત શહેરનામાં પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર ચોકડી પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. લૂમ્સનો એક કારીગર ચાલીને જઈ રહ્યો હતો તે દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. લીધો હતો. અકસ્માત થયા ઓછી ટ્રકચાલક ઘટનાસ્થળ પર જ ટ્રક મૂકી ત્યાથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઓડિશાના 55 વર્ષની ઉંમરના સંતોષ રાઉત હાલ સુરત શહેરનાના પાંડેસરા વિસ્તારમાં એકલા વસવાટ કરતા હતા. સંતોષ રાઉતનો પરિવાર વતનમાં જ વસે છે. લૂમ્સના ખાતામાં કામ કરી સંતોષ રાઉત પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં એક પુત્રી,એક પુત્ર તેમજ પત્ની છે. સંતોષ રાઉત નાઇટડ્યુટી પૂર્ણ કરીને આજ સવારે તેમના ઘરે ચાલીને જઈ રહ્યા હતા તે દરમિયાન પાંડેસરા વિસ્તારની દક્ષેશ્વર ચોકડીએ તેઓ રોડ ઓળંગી રહ્યા હતા. ત્યારે એક આઈશર ટ્રકે ફૂલ સ્પીડમાં આવીને સંતોષ રાઉતને અડફેટે લઈને તેમને કચડી નાખ્યા હતા. સંતોષ રાઉતના પેટ પરથી ટ્રકનું ટાયર ફળી વળતાં ઘટનાસ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને મારમેમોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આઇશર ટ્રકનો ડ્રાઇવર આ અકસ્માત થયા પછી ટ્રક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારપછી પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે સંતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતા. જ્યારે પોલીસે હાલ તો આ મામલે ટ્રકને કબ્જો લઈને ટ્રકચાલકની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સંતોષના પરિવારને પણ આ મામલે જણાવતા તેઓ પણ તેમના વતન ઓડિશાથી સુરત આવવા માટે રવાના થઈ ગયા છે.