સુરત : આવકવેરા વિભાગનો કર્મચારી અઢી હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
Surat : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ સોમવારે આવકવેરા વિભાગના સ્ટેનોને રૂ. 2,500ની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ફરિયાદીએ TDS ચૂકવવાનો હતો, જે ₹17750 હતો, પરંતુ ભૂલથી તેણે વધુ TDS ચૂકવી દીધો હતો. તે પછી, ફરિયાદીએ 5 એપ્રિલ 2023 ના રોજ વધારાના TDS અંગે ફોર્મ 62 QW ભરીને ઓનલાઈન અરજી કરી હતી.
ફરિયાદીની આ અરજી પર સ્ટેનોએ આગળની કાર્યવાહી માટે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, આવકવેરા વિભાગના સ્ટેનોએ અગાઉ તેમની પાસેથી રૂ. 5000ની લાંચની માંગણી કરી હતી. જોકે, વાત કરતાં તેણે અઢી હજાર રૂપિયામાં કામ કરવાની તૈયારી બતાવી હતી. ફરિયાદીએ જણાવ્યું કે તે લાંચના પૈસા આપવા માંગતા ન હતા. જે બાદ તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો અને તેમને જાણ કરી. આ માહિતીના આધારે એસીબીએ આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.
આ પણ વાંચો: આવા સસરા તો નસીબદારને જ મળે, વહુની કિડની ફેલ થઈ જતા સસરાએ આપી કિડની
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં થતા માર્ગ અકસ્માત અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેકટ
એન્ટી કરપ્શન બ્યુરોએ આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું અને પૈસા સ્વીકારતી વખતે તેને કસ્ટડીમાં લીધો. એન્ટી કરપ્શન બ્યુરોએ અડાજણની આવકવેરા કચેરીમાં આરોપી તેજવીર સિંહ ગેંડા સિંહની ધરપકડ કરી હતી. આરોપી આયકર ભવનમાં વર્ગ 3 સ્ટેનો ગ્રેડ સી તરીકે કામ કરે છે.