AhmedabadGujarat

આવા સસરા તો નસીબદારને જ મળે, વહુની કિડની ફેલ થઈ જતા સસરાએ આપી કિડની

તમે અત્યાર સુધી એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે કે સસરિયાઓમાં વહુને ખૂબ જ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય. પરંતુ રવા પણ અનેક પરિવારો છે જે પોતાની વહુને દીકરીની જેવમ રાખતા હોય છે. ત્યારે આવા જ એક પરિવાર વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. વડોદરાના એક પરિવારે એવું સુંદર કાર્ય કર્યું છે કે આપણે તેમના વખાણ કરીએ તો શબ્દ ઓછા પડે. જ્યાં વહુની બંને કિડની ફેલ થઈ જતા સસરાએ પોતાની એક કિડની વહુને આપીને વહુને નવું જીવન આપ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,પ્રવીણભાઈ આડીનો પરિવાર દાહોદના ભાંભોરી ગામ ખાતે વસવાટ કરે છે. તેમની 30 વર્ષની ઉંમરની પુત્રવધુ સોનલબેન આડીને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો. 8 મહિના અગાઉ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સોનલ બેનની બંને કિડની ફેલ થઈ છે. તેથી ડોક્ટરોએ સોનલ બેનને બંને કિડની બદલવાનું જણાવ્યું હતું. 30 વર્ષીય સોનલબેનની વર્ષ 2021માં વડોદરામાં કિડનીની સારવાર શરૂ થઈ હતી.

નોંધનીય છે કે, સોનલબેનનું જીવન બચાવવા માટે તેમને એક કિડનીની જરૂર હતી. ત્યારે સોનલબેનના સસરા પ્રવીણભાઈએ આગળ આવીને કહ્યું કે હું મારી કિડની આપીશ. પ્રવીણભાઈ તેમના આટલા વર્ષના જીવન દરમિયાન ક્યારેય બીમાર પડ્યા નથી. ત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત પ્રવીણભાઈના આ નિર્ણયથી સમગ્ર પરિવાર ખુશ થઈ ગયો હતો. એક તરફ જ્યાં વહુને માનસિક અને શારીરિક ત્રાસ આપનાર સાસરિયાઓ પણ છે તો બીજી બાજુ આવા પરિવારો પણ છે જે પોતાની વહુને દીકરીને જેમ રાખતા હોય છે.

આ પણ વાંચો: માંગલ ધામને 27 વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવનું આયોજન, સંતો મહંતોથી લઈને નામાંકિત કલાકારો રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો: ખેડૂતો માટે આવ્યા ચિંતાજનક સમાચાર, હવામાન વિભાગે વરસાદને લઈને કરી ભયાનક કરી આગાહી