શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના! લંપટ શિક્ષકે ૧૭ વર્ષની સગીરાને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું

શિક્ષણ જગતને લાંછન લગાડનાર મામલો સામે આવ્યો છે. જેમાં સાવરકુંડલા આવેલી એક સરકારી શાળામાં નોકરી કરતા શિક્ષક દ્વારા પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પરિવારને આ બાબતમાં જાણ થતા પોતાની દીકરીને તેના મામાના ઘરે સુરત મોકલી દેવામાં આવી હતી. તેમ છતાં પણ શિક્ષક દ્વારા સગીરાનો પીછો છોડવામાં આવ્યો નહીં અને ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. અંતે કંટાળીને શિક્ષકના કૃત્યની જાણ સગીરા દ્વારા તેના મામાને કરવામાં આવી હતી. આ બાબતમાં ત્યાર બાદ સગીરાના મામા દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જાણકારી અનુસાર, અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલ એક સરકારી શાળામાં વર્ષ 2021 માં ધોરણ 10 માં અભ્યાસ કરનારની 17 વર્ષની સગીરા પર લંપટ શિક્ષક વિપુલ નનુભાઈ વસોયા દ્વારા પરીક્ષામાં પાસ કરી દેવાની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમ છતાં આ બાબતમાં પરિવારને જાણ કરવામાં આવતા શિક્ષક થી પીછો છોડાવવા અમરેલી જિલ્લાથી 400 કિલોમીટર દૂર સુરત પોતાના મામાના ઘરે મોકલી દેવામાં આવી હતી.
તેમ છતાં શિક્ષક દ્વારા જેમતેમ સગીરાનો સંપર્ક કરી ધમકી આપી સંબંધ બાંધવા માટે દબાણ કરતો રહેતો અને કામરેજ તાલુકાના એક ગેસ્ટ હાઉસમાં લઇ જઇને અવાર નવાર ફરીથી સગીરા પર દુષ્કર્મ આચરતો રહેતો હતો. તેના શિક્ષકથી કંટાળીને સગીરા દ્વારા તમામ બાબત મામાને કહેવામાં આવી હતી. ત્યાર બાદ સગીરાના મામા દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના કામરેજ પોલીસ દ્વારા શિક્ષકને દબોચી લેવામાં આવ્યો હતો. શિક્ષક વિરુદ્ધ પોકસો એક્ટ અનુસાર ગુનો દાખલ કરી જેલમાં ભેગો કરી દેવામાં આવ્યો છે.