AhmedabadGujarat

આણંદના વિધર્મી યુવકે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

આણંદ શહેરથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આણંદ શહેરમાં ખાનગી કંપનીમાં નોકરી કરનાર પરિણીતાને વિધર્મી યુવક દ્વારા પોતાના પ્રેમજાળમાં ફસાવીને આવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલામાં વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા વિધર્મી યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જિલ્લાના એક ગામમાંથી આણંદ શહેરમાં નોકરી કરવા માટે આવનાર પરિણીતા સાથે વિધર્મી યુવક દ્વારા મિત્રતા કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિણીતાનો મોબાઈલ ફોન નંબર લઈને તેની સાથે ફોન પર વાતચીત કરીને મહિલાને પોતાના પ્રેમજાળમાં યુવકે ફસાવી લીધી હતી.

તમને જણાવી દઈએ કે, વિધર્મી યુવક સાહિલ રફીકભાઈ વહોરાની વાત કરીએ તો તે પરિણીતાની ચેટના સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપીને પરિણીતાને અવારનવાર હોટલમાં લઇ જતો અને દુષ્કર્મ આચરતો હતો. અંતે પરિણીતાએ કંટાળીને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલામાં પોલીસ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપી સાહિલ વહોરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.