ઇસ્કોન બ્રીજ પર સર્જાયો વધુ એક અકસ્માત, એક સાથે ચાર કાર ટકરાતા બ્રીજ પર કારની લાંબી લાઈનો લાગી
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનાને હજુ 24 કલાક પણ પુરા નથી થયા ત્યાં તો ઇસ્કોન બ્રીજ પર આજ રોજ વધુ એક અકસ્માત સર્જાયો છે. જોકે સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક સાથે ચાર કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતને પગલે કારની લાંબી લાઈનો ઇસ્કોન બ્રિજ પર લાગી છે. ત્યારે આ અકસ્માતની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જો કે, આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
તમને જણાવી દઈએ કે, ગત રોજ મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર બે મોટા ગોઝારા અકસ્માત સર્જાયા હતાં. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું. તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો આ ઘટનાના 24 કલાક પણ પુરા થયા નથી ત્યાં જ ઇસ્કોન બ્રિજ પર એક સાથે ચાર કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને બ્રીજ પર કારની લાંબી કતાર લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. જો કે, અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.