મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક ઠગ વડોદરાથી સામે આવ્યો છે. કિરણ પટેલ બાદ CMO ના નામ પર ઠગાઈ કરનાર વિરાજ પટેલને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઠગ જમ્મુમાં પીએમઓનો અધિકારીની ઓળખ આપીને રહી રહ્યો હતો. તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહાઠગ વિરાજ પટેલ સામે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહાઠગ વિરાજ પટેલ સીએમઓના અધિકારી અને ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટની ખોટી ઓળખ આપી મહિલા મોડેલ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મહાઠગ વિરાજ દ્વારા મુંબઈમાં રહેનાર મહિલા મોડેલને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપવામાં આવી હતી. મહિલા મોડેલને ચાર દિવસ શૂટિંગ કરવાનું છે તેમ કહીને બોલાવી હતી. ત્યારબાદ બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈ લઈ જવાની લાલચ આપવામાં આવી હતી.
આ સિવાય વિરાજ પટેલ દ્વારા મહિલા મોડલ સાથે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વિરાજ પટેલ દ્વારા ગોવામાં અને વડોદરાની હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એટલું જ નહીં વિરાજ પટેલ દ્વારા મહિલા મોડેલના વિવિધ બેંકના ATM કાર્ડમાંથી 3.50 લાખ પણ વાપરી નાખવામાં આવ્યા હતા. આ મામલામાં મહિલા મોડલ દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મહાઠગ વિરાજ પટેલ ગઈકાલના મોડેલ સાથે થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો અને ત્યાં અન્ય લોકો સાથે તેમનો ઝઘડો થયો હતો. તે સમયે પણ વિરાજ પટેલ દ્વારા લોકોને અને પોલીસને CMO ના અધિકારી તરીકે ઓળખ આપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો મહાઠગે બોગસ પાનકાર્ડ બનાવ્યું હોવાની જાણકારી સામે આવી હતી. મહાઠગ વિરાજ પટેલના બદલે વિરાજ શાહ નામનું પાનકાર્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ બે ફરિયાદ દાખલ કરી આરોપીને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.