અમદાવાદમાં સીઆર પાટીલ સાથેની મુલાકાત ના ગણતરીના સમયમાં કોંગ્રેસ દિગ્ગજ નેતા અંબરીશ ડેર દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. આ અગાઉ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત પણ થઈ હતી. આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહીર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડેર ના ઘરે 20 મિનિટ સુધી ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક થઈ હતી. જ્યારે સમાચાર એવા પણ સામે આવ્યા છે. કે આવતીકાલના તે ભાજપમાં જોડાશે.
તેની સાથે કોંગ્રેસના યુવા નેતા અંબરિશ ડેર ભાજપમાં જોડાય તેવી અટકળો છેલ્લાંલા ઘણા સમયે ચાલી રહી હતી. એવામાં આજે પાટીલ અને ડેર વચ્ચે અમદાવાદમાં મુલાકાત પણ થઈ હતી. આ મુલાકાતની તસ્વીરો પણ સામે આવી હતી. અંબરીશ ડેર ના બીમાર માતા ના ખબર અંતર પૂછવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું.. પરંતુ વાસ્માંતવમાં આ રાજકીય મુલાકાત રહેલી હતી.
એવામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સીજે ચાવડા, ચિરાગ પટેલ બાદ હવે કોંગ્રેસના વધુ એક મજબૂત નેતા અંબરીશ ડેર ના ભાજપમાં જવાની ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી અંબરીશ ડેર ના બંને ફોન સ્વીચ ઓફ આવી રહ્યા હતા. તેમજ અંબરિશ ડેર એક અઠવાડિયાથી પોતાના સમર્થકો સાથે આ વિશે ચર્ચા વિચારણા પણ કરી રહ્યા હતા. ત્યારે હવે અંબરીશ ડેર નું ભાજપમાં જવું લગભગ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.