ક્રિકેટ સટ્ટામાં માધવપુરામાંથી પકડાયેલા અમિત મજીઠીયા સામે વધુ એક ફરિયાદ દાખલ થવા કરવામાં આવી છે. તપાસમાં વધુ એક ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું રૂ. 1195 કરોડના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારે આ રેકેટમાં ઓનલાઈન ઓએસટી અને સીબીટીએફ બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તેમાં મજૂરો, ખેડૂત, ડિલિવરી બોયના ડમી બેંક એકાઉન્ડમાંથી રૂપિયાની લેતી દેતી કરવામાં આવતી હતી. માધવપુરાના ક્રિકેટ સટ્ટામાં ફરાર અમિત મજીઠીયા દુબઈ અને શ્રીલંકા થી ઓનલાઈન સમગ્ર રેકેટ ચલાવતો હોવાનું જાણકારી સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 7 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
તેની સાથે હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં રૂ. 342 કરોડ, શિવમ ટ્રેડિંગ ના ખાતામાં રૂ. 636 કરોડ જ્યારે ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં રૂ. 217 કરોડના ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે સટ્ટો રમાડવા માટે બનાવેલી એપ અમિત મજીઠીયા અને ભાવેશ સચાનિયા ના નામે રજીસ્ટર કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ મજીઠીયા સિવાય ઓમ શંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેશ જોષી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં તમને જણાવી દઈએ કે, અમિત મજીઠીયા ના સાગરિત ધનંજય પટેલ દ્વારા સટ્ટાના પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે હેમંતકુમાર સિકરવાલ ના નામથી આશ્રમ રોડ પરની ઈન્ડસ ઈન બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું હતું. જેમાં તા. 8-6.2-23 થી 5-11-2023 સુધીમાં રૂ. 342 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા હેમંતકુમાર ફ્રૂડ ડિલિવરીનું કામ કરી મહિને રૂ. 30 હજાર ની કમાણી કરતો હતો. આ સિવાય ધનંજય એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેને ટ્રાન્ઝેક્શન માટે મહિને 10 થી 12 હજાર આપી રહ્યો હતો.