મેક્સિકો માંથી વધુ એક ગુજરાતીની હત્યા ની ઘટના સામે આવી છે. અમદાવાદના વતની અને છેલ્લા ચાર વર્ષથી મેક્સિકોમાં રહેનાર કેતન શાહ નામના યુવકનું લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરો દ્વારા 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદ ના કેતન શાહ 2019 થી મેક્સિકો રહી રહેતા હતા અને ટોરેન્ટ ફાર્મા નામની કંપનીમાં ફરજ બજાવી રહેલા હતા. એવામાં શનિવારના તે મેક્સિકો સિટી ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10,000 ડોલરની કરન્સી એક્સચેન્જ કરવા માટે ગયેલા હતા. ત્યાર બાદ કારમાં તેઓ તેમના પિતાની સાથે પરત આવી રહ્યા હતા. તે સમયે દરમિયાન મેક્સિકો સિટી ના મિગુએલ વિસ્તારમાં કાર લઈને જઈ રહ્યા હતા, તે સમયે બાઇક પર આવેલા બે વ્યક્તિઓ દ્વારા તેમની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, બાઈક પર આવેલા બે લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરીને લૂંટ ને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા કેતન શાહ નું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યાર બાદ મેક્સિકોના ભારતીય દૂતાવાસ દ્વારા પણ ટ્વીટ કરીને ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.