AhmedabadGujarat

વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, અપહરણ કરીને અમદાવાદી યુવકની લાશ નદીમાં ફેંકી દીધી

વિદેશથી વધુ એક ગુજરાતની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમેરિકામાં રહેનાર અમદાવાદી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેને છોડાવવા માટે પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા તેને બદલે 70 કિલો ડ્રગ્સની ખંડણીની માંગણી કરાઈ હતી. તેમ છતાં યુવકને મુક્ત કરવામાં આવે તે પહેલા તેને મારીને તેની લાશ નદીમાં ફેંકી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેનાર હિરેન ગજેરા વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા હતા. તેમણે ૨૦૦૬ થી ૨૦૧૪ સુધી અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાના બિઝનેસ કર્યો હતો. જયારે છેલ્લા આઠ વર્ષથી તેઓ અમદાવાદમાં રહેવા લાગ્યા હતા. 2022 ના માર્ચ મહિનામાં તેઓ ઈક્વાડોર પરત આવ્યા હતા. તેમના દ્વારા ક્યુએન્કા શહેરમાં નવુ ઘર પણ બનાવવામાં આવ્યું હતું.

એવામાં હિરેન ગજેરાનું થોડા દિવસ પહેલા કોલંબિયન ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના પરિવાર પાસેથી 1 લાખ યુએસ ડોલર અથવા તેના બદલે 70 કિલો ડ્રગ્સની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. ગજેરા પરિવાર દીકરાને બદલે આ રૂપિયા આપવા તૈયાર થઈ ગયા હતા.  નેગોશિયેન બાદ 20 હજાર યુએસ ડોલર પર ડીલ પણ  નક્કી થઈ ગઈ હતી. તેમ છતા ત્રાસવાદીઓ દ્વારા હિરેનને મારી નાખવામાં આવ્યો અને તેની લાશ નદીમાં ફેંકી દેવામાં આવી હતી. જ્યારે અમદાવાદમાં રહેનાર હિરેનભાઈના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મેં મારા યુવાન દીકરાને મરવા માટે અમેરિકા મોકલ્યો નહોતો.