AhmedabadGujarat

અમદાવાદમાં વધુ હીટ એન્ડ રનની ઘટના, એલિસબ્રિજ પર કારની ટક્કરથી બાઈક ચાલકનું મોત       

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદના રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માત અમદાવાદના લો ગાર્ડન એલિસબ્રિજ પર સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ગુરુવાર રાત્રીના સાહિલ અજમેરી નામનો યુવક નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે ગાયકવાડ હવેલી જઈ રહ્યો હતો તે સમયે એક અજાણ્યા કાર ચાલક દ્વારા તેને અડફેટે લેવામાં આવતા 22 વર્ષીય સાહિલ અજમેરીનું મોત નીપજ્યું છે.

ઘટનાની જાણકારી થતા ટ્રાફિક પોલીસ દ્વારા મૃતક સાહિલ અજમેરીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યારે આ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતક સાહિલ 22 વર્ષનો હતો અને એન્જીનરીંગના છેલ્લા સેમિસ્ટરમાં રહેલો હતો. આ મામલામાં ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, એલિસબ્રિજમાં સસર્જાયેલ અકસ્માતમાં સાહિલ અજમેરીનું કમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. એવામાં આ મામલામાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.