રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદથી આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક બાઈક ચાલક તેની પત્નીને લઈને પસાર થઈ રહ્યા હતાં. તે એક કાર ચાલક દ્વારા રસ્તા પર અચાનક કાર રોકીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલવામાં આવ્યો હતો તેના લીધે બાઈક દરવાજાને ટકરાઈ ગયું હતું. તેના લીધે બાઈક ચાલકની પત્ની રસ્તા પર પટકાઈ ગઈ હતી આ કારણોસર તેમનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં બાઈક ચાલકની ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેનાર દયાશંકર ઉપાધ્યાય તેમની પત્ની અને પૌત્રીને લઈને ઓઢવ રીંગરોડ પર મેગ્મા હોટેલમાં સગાઈના પ્રસંગ માટે જઈ ર્યા હતાં. તે સમયે નિકોલ રોડ પર એક કાર તેમની બાઈકની આગળ જઈ રહી હતી. એવામાં અચાનક આ કારના ચાલક દ્વારા કારને ધીમી પાડીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો હતો. તે કારણોસર બાઈક તે દરવાજાથી અથડાઈ ગયું હતું. બાઈક અથડાતા જ બાઈક ચાલકની પત્ની રસ્તા પર પટકાઈ હતી તેના લીધે તેમને માથામાં ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તે કારણોસર તાત્કાલિક 108 ને બોલાવવામાં આવી હતી પરંતુ 108 ના ડોક્ટર દ્વારા બાઈક ચાલક દયાશંકરની પત્નીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેમ છતાં દયાશંકર સિવિલ હોસ્પિટલમાં તેમની પત્નીને લઈને ગયા હતા પરંતુ ત્યાં રહેલ તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તે કારણોસર દયાશંકર દ્વારા સિવિલ હોસ્પિટલથી જ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.