AhmedabadGujarat

અમદાવાદમાં વધુ એક લવ જેહાદ ની ઘટના, નામ બદલીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

વિધર્મી યુવકો નામ બદલીને દીકરીઓને ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરી લવ જેહાદ કરતા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વિધર્મી યુવકે નામ બદલીને 16 વર્ષની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પર્સનતું બાફમાં જ્યારે યુવતીને વિધર્મી યુવકની હકીકત માલુમ પડી ત્યારે તેણે આ બાબતે તેની માતાને જાણ કરી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઈસલવ જેહાદનપુર વિસ્તારમાં વસવાટ કરતી એક 16 વર્ષની સગીરાને ઈલિયાસ નામના એક વિધર્મી યુવકે પોતાનું નામ યશ જણાવી ખોટી ઓળખ આપીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ સગીરા પર ઈલિયાસે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ બાદમાં સગીરાને માલુમ પડ્યું કે યુવકનું નામ યશ નહીં પણ ઈલિયાસ છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં સગીરાએ આ વાતની જાણ તેની માતાને કરતા તેમણે ઈલિયાસ વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. અને આરોપી ઈલિયાસની ધરપકડ કરીને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.