SaurashtraGujaratRajkot

TPO મનસુખ સાગઠીયાનો વધુ એક કૌભાંડ સામે આવ્યો, યુનિવર્સિટીની જમીન ખોટી રીતે બિલ્ડરને પધરાવી દેવાનો લાગ્યો આરોપ

રાજકોટના અગ્નિકાંડ બાદ ટીપીઓ સાગઠિયાના કૌભાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે. એવામાં આજે આવા જ સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડ બાદ મનસુખ સાગઠીયા ને લઈને અનેક કૌભાંડ સામે આવ્યા છે. જ્યારે રાજકોટ કાંડને લઈને ભ્રષ્ટ મનસુખ સાગઠિયા નું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.

જાણકારી મુજબ, મનસુખ સાગઠિયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની જમીન પણ વેચી મારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીની 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી દીધું હોવાની જાણકારી સામે આવી છે. ટીપી કપાત વગર જ 1547 ચોરસ મીટર જમીન બિલ્ડરને પધરાવી દેવામાં આવી હતી. બિલ્ડર દ્વારા યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડી ને પેશકદમી કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા અનેક ફરિયાદ કરવામાં આવી હોવા છતા કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. રાજકોટ બિલ્ડર એસોસિએશન ના ઉપપ્રમુખને જમીન વેચી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, 55 વર્ષ અગાઉ કલેકટર દ્વારા જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફાળવવામાં આવી હતી. પરંતુ ટીપીઓ સાગઠિયા દ્વારા આ જમીન બિલ્ડરને પધરાવી દેવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કલંકિત ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા દ્વારા અપ્રમાણસર મિલકતો ACB દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં આ સામે આવ્યું છે. આ બાબતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલ ડોડીયા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, વર્ષ 1968 માં કલેકટર દ્વારા યુનિવર્સિટીને આ જમીન ફાળવવામાં આવી હતી. એવામાં માર્ચ 2021 માં યુનિવર્સિટી ની જમીન ટીપી સ્કીમ અંતર્ગત કોર્પોરેશને પરત લઇ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની મિલકત મળી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો રહેલી છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012 વર્ષથી લઈ 2024 ની વર્ષ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ. 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકઠી કર્યાનું સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.