રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. તેમાં પણ એક મોટી જાણકારી સામે આવી છે. અમદાવાદ પર ગમે ત્યારે પૂરનું સંકટ ઉભું થઈ શકે છે. કેમકે ધરોઈ ડેમ 80 ભરાઈ ચુક્યો છે. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા એલર્ટ સ્ટેજ પર મુકાવામાં આવ્યો છે. હાલમાં બનાસકાંઠા, મહેસાણા અને ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આગામી સમયમાં વધુ વરસાદ આવતા આ ડેમ માંથી પાણી છોડવામાં આવી શકે છે. તેના લીધે ડેમની નીચે તરફના આવેલા ગામોને ચેતવણી પણ આપી દેવામાં આવી છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો સાબરમતી નદીમાં પાણીની આવક થશે અને નદીનું લેવલ વધી જશે. તેમ છતાં હાલમાં કોઈ ચિંતાનું કારણ રહેલ નથી, વરસાદની સ્થિતિ જોઈને ડેમ ઓથોરિટી વધુમાં નિર્ણય લેવામાં આવશે.
હવામાન વિભાગ મુજબ, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થવાની સાથે તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થઈ શકે છે. જો ઉત્તર ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં ભારે વરસાદ વરસ્યો તો અમદાવાદની સાબરમતિમાં પાણી આવવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. હાલમાં સાબરમતીમાં બોટને લઈને પાણીનું લેવલ જાળવી રાખવામાં આવ્યું છે. જો આ લેવલ તંત્ર દ્વારા જાળવી રાખવામાં આવ્યું તો ઓગસ્ટમાં સાબરમતિમાં પાણી આવ્યું તો અમદાવાદની હાલત બગાડી શકે છે. હાલમાં જ 3 થી 4 ઈંચ વરસાદમાં અમદાવાદમાં ભયંકર સ્થિતિ ઉભી થઈ જાય છે.
જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાના લીધે સાબરમતિમાં પાણીનું લેવલ વધી શકે છે. જ્યારે ધરોઈમાંથી પાણી છોડવા જેવી નોબત આવી તો અમદાવાદીઓની સ્થિતિ બગડી શકે છે. નીચાણવાળા વિસ્તારમાં રહેનાર લોકોએ અત્યારથી પાણી ભરાય તે પહેલા સાવચેતી રાખવાની જરૂરીયાત છે.