GujaratAhmedabad

ગુજરાતમાં એપ્રિલ મહિનો રહેશે ભારે, અંબાલાલ પટેલની આગાહી…..

રાજ્યના હવામાનમાં છેલ્લા થોડા દિવસોથી અચાનક પલટો આવ્યો છે. ઉનાળામાં ચોમાસું બેસી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વાદળછાયું વાતાવરણ બનેલું છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલમાં વરસાદની સાથે કરા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. પશ્ચિમી વિસ્તારમાં બદલાયેલ હવામાનના લીધે તારીખ 31 મી માર્ચ સુધી વરસાદની શક્યતા રહેલી છે. ત્યાર બાદ તારીખ 3 થી 8 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. આ પલટો લાંબો સમય રહે તેવી શક્યતા છે. જ્યારે 14 તારીખ સુધી વાતાવરણનો પલટો રહે શકે છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી : 17 જુન બાદ સાપ કરડવાના કિસ્સાઓ વધે તેવી સંભાવના

તેમને વધુમાં જણાવ્યું છે કે, 3 એપ્રિલથી ઉનાળાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ શક્યતા છે. તારીખ 3-8 અને 10 દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી બને તેવી શક્યતા છે. 14 તારીખ સુધીમાં ફરીથી ભારે પવનની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે કરા પડવાની પણ શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે, અખાત્રીજ વખતે પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. મે મહિનામાં પણ 8 મીના આંધી-વંટોળ આવશે, જેનાથી બાગાયતી પાકને ભારે નુકસાન થશે. તેમ છતાં આ વખતે ગરમી વધુ પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વખતે ઉનાળો ખૂબ આકરો રહેવાનો છે. જ્યારે 17 જૂનની આજુબાજુ વરસાદ થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના લીધે બાગાયતી પાક પર અસર થવાની શક્યતાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કેરીના પાક પર પણ હવામાનની અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આંધી-વંટોળના કારણે કેરીના પાકને વધુ નુકસાન થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેરીના પાક પર આ વખતે માઠી અસર થવાની શક્યતાઓ રહેલી છે.

વિષમ હવામાનના લીધે લોકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે તેમ પણ અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. શ્વાસની તકલીફોમાં વધારો થવાની શક્યતાઓ છે. હાલ મિશ્ર વાતાવરણ હોવાથી સ્વાસ્થ્ય પર તેની વિપરિત અસર પડી શકે છે.