GujaratAhmedabad

અમદાવાદના કેશવબાગ પાસે બેફામ કાર ચલાવી આશાસ્પદ ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને મોતને ઘાટ ઉતારનાર કારચાલકની ધરપકડ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા અમદાવાદમાં કર અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં હોટેલ ITC નર્મદા નજીક કેશવબાગ ત્રણ રસ્તા પર કાર અને એક્ટીવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. એક દિવસ પહેલા 14 માર્ચના બનેલી અકસ્માતની આ ઘટનામાં કાર ચાલક યુવક દ્વારા એક્ટીવા ચાલક યુવતીને ટક્કર મારી તેને 50 મીટર સુધી ઢસડવામાં આવી હતી. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી યુવતીનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.  જ્યારે કેશવબાગ નજીક અકસ્માત સર્જનાર અને એક્ટીવા ચાલક યુવતીનું મોત નિપજાવનાર જોયાંસ નામના કાર ચાલક યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, 14 માર્ચ ના ગુરુવાર સવારે શહેરના નારણપુરા વિસ્તારમાં રહેનાર સંજયભાઈ શાહની 21 વર્ષીય પુત્રી વિશ્વા એક્ટીવા GJ-01-SH-4761 પરથી જઈ રહી હતી. તે દરમિયાન હોટલ નર્મદા ITC પાસેના ત્રણ રસ્તા પર GJ-01-KX-6992 નંબરની કાર ચલાવનાર આ જોયાંસ નામના યુવક દ્વારા આ યુવતીના એક્ટીવાને જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને તેની સાથે 50 મીટર સુધી યુવતીને કાર દ્વારા ઘસડવામાં આવી હતી. ત્યાર બાદ યુવતીને ગંભીર હાલતમાં ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે ગઈ કાલના સારવાર દરમિયાન યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, મૃતક 21 વર્ષીય યુવતી વિશ્વા સંજયભાઈ શાહની વાત કરીએ તો તે ગુલાબ ટાવર નજીક આવેલી જે. જી. ઇન્ટરનેશનલ કોલેજમાં ફિઝિયોથેરાપી ડોક્ટરના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ફિઝિયોથેરાપિસ્ટ 21 વર્ષીય પુત્રી નું અકસ્માતમાં નીપજતા પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. તેમ છતાં ફિઝિયોથેરાપી ડોક્ટરના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલી પુત્રીનું મૃત્યુ નીપજતા પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે.