લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એવામાં આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. જેમાં ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા અને ગુમાનસિંહ ચૌહાણ ની નિમણૂંકતા કરાઈ હતી. પશ્ચિમ બેઠક ની વાત કરીએ તો ડો. કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, દીનેશ મકવાણા, પૂર્વ મેયર કિરીટ પરમાર, ડો. સેલના સભ્ય કીર્તિ વડાલીયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ પ્રદેશ મંત્રી SC નરેશ ચાવડા, કાઉન્સિલર ગીતાબેન સોલંકી, શહેર SC મોચરા પ્રમુખ ભદ્રેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા અને શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીન દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી.
તેની સાથે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પશ્ચિમ લોકસભા બેઠક માટે સિનીયર ભાજપનાં કાર્યકરો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જ્યારે બીજા એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. આ બેઠક પર ગાયક કલાકાર અરવિંદ વેગડા દ્વારા પણ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી નોંધાવવામાં આવી છે.
તેની સાથે આ મામલામાં અરવિંદ વેગડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાર્ટી દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તેની સાથે મારું વલણ રહેશે. તેની સાથે સમાજ પ્રત્યે અને લોકોને જાણ થાય કે આ વ્યક્તિ ચૂંટણી લડવા સક્ષમ રહેલ છે. પાર્ટીનાં દરેક નેતા સક્ષમ રહેલ છે. પરંતુ પાર્ટી જે નક્કી કરશે તે યોગ્ય નિર્ણય મારો રહેશે. પાર્ટી મને તક આપશે તો હું પશ્ચિમ લોકસભા માટે હું સારું કામ કરીશ. મને મોકો મળે તો લોકો માટે અને સમાજ માટે હું કામ કરીશ. મને કોઈ આશા નરહેલ થી અને આશા રાખ્યા વગર હું અહીંયા આવેલ છું. પાર્ટી દરેક જગ્યા પર કોઈ વ્યક્તિને મુકે છે. કોઈ નેતા કે વ્યક્તિને ત્રણ ટર્મ સુધી મુકે તો એ વિસ્તાર માટે યોગ્ય હોય તો જ મુકે છે. વિસ્તારમાં કંઈ ખૂટતું હોય તેવું નથી. પરંતુ વિસ્તારનાં વિકાસને વધુ આગળ લઈ જવામાં કામ કરવા સક્ષમ હોય તો ટિકિટ પ્રાપ્ત થવી જોઈએ.