GujaratAhmedabad

પતિના પ્રેમ સંબંધ વિશેની જાણ થતાં જ પત્નીએ ભર્યું એવું પગલું કે..

પહેલાના જમાનામાં લોકો જેની સાથે લગ્ન કરે તેની જ સાથે આખું જીવન કાઢી નાખતા હતા. પર્સનતું આજના અઅઅ મોર્ડન જમાનામાં લોકો લગ્ન પછી પણ બીજી વ્યક્તિ સાથે પ્રેમસંબંધ રાખે છે. અને બાદમાં તેના લીધે લગ્ન જીવનમાં કડવાશ આવી જતી હોય છે. ત્યારે આવું જ કંઈક નડિયાદના ગળતેશ્વરમાં બન્યુ છે. ગળતેશ્વર ખાતે પરબીયામાં વસવાટ કરતી એક મહિલા લગ્ન બાદ તેના પતિ સાથે રહેવા લાગી હતી. પરંતુ પતિના જીવનમાં અન્ય એક મહિલા આવી જતા તે બંને જણા એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. આ બાબતની જાણ જ્યારે પરણિત મહિલાને થઈ તો તે મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલાના પતિની પ્રેમિકાએ પણ આ મામલે કહ્યું કે, હું અને તારો હોતી અમે બંને લગ્ન કરવાના છીએ. એ બાદ આ મહિલાને તેના પતિએ ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. આખરે પત્નીએ પોતાના પતિને સબક શીખવાડવા માટે આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2018માં નડિયાદના ગળતેશ્વર ખાતે આવેલા પરબીયામાં વસવાટ કરતી એક મહિલાના લગ્ન બાલાસિનોર ખાતે વસવાટ કરતા એક યુવક સાથે થયા હતા. એ બાદ મહિલા તેના પતિ સાથે સાસરીમાં રહેવા માટે ગઈ હતી. આશરે અઢી વર્ષ પહેલા મહિલાને તેના પતિ સાથે કોઈ કારણોને લઈને વિવાદ થયો હતો. જે પછી પતિએ તેની પત્નીને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પતિને કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. ત્યારે આ બંનેના પ્રેમ સંબંધોની જાણ પત્નીને થઈ જતા તેણે આ બાબતને લઈને પોતાના પતિ સાથે વાત કરીને વિરોધ કર્યો હતો. આ વાત સાંભળીને મહિલાનો પતિ ઉશ્કેરાઈ ગયો અને બાદમાં પત્નીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે આ અંગેની જાણ પત્નીએ પરિવારને કરી તો તેના સસરાએ કહ્યું કે, મારો દીકરો બીજી મહિલા સાથે સાથે સંબંધ ચાલુ જ રાખશે અને તેની સાથે લગ્ન કરીને તેને બીજી પત્ની તરીકે રાખશે. તારે સાથે રહેવું હોય તો રહેજે. તો બીજી બાજુ પતિની પ્રેમિકાએ આ માહિલમે કહ્યું કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઈલે અમે બંને લગ્ન કરવાના છીએ. ત્યાર પતિએ પણ તેબી પત્ની પાસે છૂટાછેડા લેવાની માગણી કરી હતી. અને બાદમાં પતિ તેની પત્નીને તેના પિયરમાં મૂકી આવ્યો હતો.

નોંધનીય છે કે, ઘટના પછી પત્નીએ પતન પતિને ફોન કર્યો ત્યારે પતિએ એવું કહ્યું કે, તું મને છૂટાછેડા આપી દે મારે તારી સાથે કોઈપણ પ્રકારના સંબંધ રાખવા નથી. અને બાદમાં વકીલ મારફતે પતિએ છૂટાછેડાની નોટિસ મોકલી આપી હતી. આખરે પતિ તેમજ તેના સાસરા અને પતિની પ્રેમિકાને સબક શીખવાડવા માટે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમા તેના પતિ, તેની પ્રેમિકા તેમજ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.