GujaratAhmedabad

પરિણીતાએ દીકરીઓને જન્મ આપતા જ પરિવારના સભ્યોએ કર્યું એવું કે…

અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જય લગ્ન કરીને સંતાન થયા પછી અચાનક જ પતિએ પત્નીને કહ્યું કે તું દેખાવડી નથી અને મને ગમતી પણ નથી. મારે હવે બીજા લગ્ન કરીને બીજી પત્ની લાવવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં વસવાટ કરતી એક પરિણીતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં કરેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન થયા પછી તેના સાસરિવાળા તેને ખૂબ સારી રીતે રાખતા હતા. બાદમાં પરિણીતા ગર્ભવતી થઇ અને સામાજિક રીત રિવાજ મુજબ સીમંત વિધિ કર્યા પછી તે તેના પિયરમાં ગઇ હતી. જ્યાં પરિણીતાએ જુડવા દીકરીઓને જન્મ આપ્યો હતો. આ વાતની જાણ પરિણીતાના પતિને કરવામાં આવતા તેનો પતિ કે તેના સાસરીયાઓમાંથી એકપણ વ્યકિત પરિણીતાના ખબર અંતર પૂછવા માટે આવ્યા ના હતાં. એટલું જ નહીં 21 પછી જુદવા દિકરીઓમાંથી એક દીકરીનું મૃત્યુ પામી છે તેવી જાણ કરી તેમ છતાં પણ પતિ કે સાસરિયાઓમાંથી કોઈ આવ્યું નહિ. જોકે થોડા સમય પછી રીતરિવાજ અનુસાર જીયાણું કર્યા બાદ પરિણીતા જ્યારે સાસરીમાં ગઈ ત્યારે તેને સારી રીતે રાખી હતી. પરંતુ થોડા દિવસો પછી સાસરિયાઓએ કહ્યું કે અમને તો દીકરાની આશા હતી અને તે દીકરીને જન્મ આપ્યો છે.

તેમજ પરિણીતાના પતિએ અચાનક જ તેને કહ્યું કે, તું સારી નથી અને દેખાવડી પણ નથી. તું મને સહેજ પણ ગમતી નથી, મારે હવે ફરી લગ્ન કરીને બીજી પત્ની લાવી છે. તારા બાપાએ દહેજમાં પણ કંઇ આપ્યું નથી અને આમ કહીને પતિ તેમજ સારીયાઓ પરિણીતાને અવારનવાર મેણા ટોણા મારીને તેને માનસિક ત્રાસ આપતા હતા.

નોંધનીય છે કે, પતિ તેમજ સાસરિયાઓ દ્વારા સતત આપવામાં આવતા ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ આખરે પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.