AhmedabadGujarat

આસારામ પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાયો, પુત્રવધૂએ નારાયણ સાંઈથી છૂટાછેડા લેવાની સાથે માંગ્યા આટલા કરોડ

આસારામ અને તેમના પરિવારની મુસીબતોના સતત વધારો થઈ રહ્યો છે. દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા આસારામ માટે હવે તેમની વહુએ મુશ્કેલી વધારી છે. પુત્રવધૂ દ્વારા નારાયણ સાંઈ પાસેથી છૂટાછેડા સાથે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.  નોંધનીય છે કે, આસારામ બાપુ દુષ્કર્મના બે કેસમાં જેલની સજા ભોગવી રહ્યા છે. એવામાં હવે તેમની વહુ દ્વારા પરિવારની મુશ્કેલીમાં વધારો કરવામાં આવ્યો છે.

આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ પણ પિતાની જેમ જેલમાં બંધ રહેલ છે. સુરતની લાજપુર જેલમાં બંધ નારાયણ સાંઈ પર અનેક ગુનાઓ નોંધાયેલા છે. 2013 ના દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને 26 એપ્રિલ 2019ના રોજ સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેનો અર્થ નારાયણ સાંઈ પણ તેના પિતાની જેમ જ દુષ્કર્મના દોષિત રહેલ છે. જ્યારે નારાયણ સાંઈને સજા થઈ ત્યારે તેની પત્ની દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ઈન્દોરની રહેવાસી જાનકી હરપલાની ઉર્ફે શિલ્પીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને જણાવ્યું હતું કે, નારાયણ સાંઈને આજીવન કારાવાસની સજાનો નિર્ણય એ તમામ લોકો માટે એક મોટો પાઠ હશે જેઓ ધર્મના નામે મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા હોય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જાનકી હરપલાણી દ્વારા ફરી એકવાર નારાયણ સાંઈ અને તેના પરિવાર માટે મુશ્કેલી ઉભી કરવામાં આવી છે. જાનકી ઉર્ફે શિલ્પી દ્વારા છૂટાછેડા માટે અરજી કરવામાં આવી હતી. આસારામની પુત્રવધૂ દ્વારા તેના પતિથી અલગ થવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને પાંચ કરોડ રૂપિયાની મોટી રકમની માંગણી પણ જ્ક્ર્વામાં આવી છે. જાનકીના વકીલના જણાવ્યા મુજબ કોર્ટમાં આ બાબતમાં બે અઠવાડિયામાં સુનાવણી કરવામાં આવશે.

નારાયણ સાંઈની પત્ની દ્વારા પાંચ વર્ષ અગાઉ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે, નારાયણ સાંઈ તેના ભરણપોષણ માટે દર મહિને પૈસા આપે છે. ત્યાર બાદ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને જાનકીને દર મહિને 50,000 રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ જાનકીના કહેવા મુજબ, નારાયણ સાંઈ દ્વારા તે આપવામાં આવ્યા નહોતા. હવે તેના લીધે તેના દ્વારા છૂટાછેડાની સાથે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નારાયણ સાંઈની પત્ની અને તેની પુત્રી ભારતીને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ આસારામની પત્ની અને પુત્રી સહિત પાંચ મહિલાઓ સામે દુષ્કર્મના કેસમાં કોર્ટમાં મોકલવામાં આવી છે. આ પાંચેય પર 2013ના દુષ્કર્મના કેસમાં ઉશ્કેરણી અને મદદ કરવાનો આરોપ લગાવવામાં હતો, પરંતુ પુરાવાના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે મે મહિનામાં કાયદા વિભાગે નિર્દોષ છૂટ સામે અપીલ દાખલ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અત્યાર સુધી બન્યું નથી અને તેથી આ નોટિસો અપાઈ છે.