આસારામ નિર્દોષ છે, પીડિતાના પિતાએ તેમને ખોટી રીતે ફસાવ્યા છે તેવો દુષ્પ્રચાર થતા પીડિતાના પિતાએ કરી પોલીસ ફરિયાદ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર શહેરમાં આસારામના શિષ્યોની વધતી જઇ રહેલી ધોંસ તેમજ પીડિતાના પિતા વિરુદ્ધ દૂષપ્રચાર તેમજ ધમકીભર્યો પત્ર લખવાને લઈને હાલ પોલીસમાં ફરિયાદ કરી છે. એટલું જ નહીં, પરંતુ એવી અફવા પણ ફેલાવવામાં આવી રહી છે કે આસારામ સંપૂર્ણપણે નિર્દોષ છે. અને તેણે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. હાલ તો આ મામલે થયેલ પોલીસ ફરિયાદને પગલે પીડિતાના ઘરે પોલીસે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આસારામ કેસમાં પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઋષિ પ્રસાદ નામની બુક તેમજ પેમ્ફલેટ આસારામના શિષ્યોએ શહેરમાં વહેંચ્યા છે. જેમાં એવો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આસારામ સંપૂર્ણપણે નિર્દોષ છે અને પીડિતાને પિતાએ તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવ્યા છે. ખોટો પ્રચાર અને ધમકીભર્યા પત્રો પીડિતાના પિતાને મળ્યા બાદ તેમણે પોલીસ સમક્ષ તેના પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી તેમજ તેમણે જણાવ્યું કે તેમનો અને તેમના પરિવારનો જીવ જોખમમાં છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ ફરિયાદના પગલે પીડિતાના ઘરે પોલોસ બંદોબસ્ત વધારીને 4 પોલીસકર્મીઓની ડ્યૂટી લગાવી છે. તેમજ ચાલી રહેલા કેસોમાં પીડિતાના પિતાને કોર્ટમાં હાજરી આપવા માટે અલગથી સુરક્ષા આપવામાં આવી રહી છે.