GujaratSaurashtra

ગીર સોમનાથના કોડીનારમાં તપાસ માટે ગયેલા SOG ના બે કર્મચારી પર હુમલો

ગીર સોમનાથના કોડીનારમાં એસ. ઓ. જી ની રેડ દરમિયાન હુમલો થયો હોવાનો મામલામાં સામે આવ્યો છે. જેમાં બે પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, ગીર સોમનાથ એસ. ઓ. જી ના મેહુલસિંહ પ્રતાપસિંહ પરમાર અને ગોપાલસિંહને બાતમી મળી હતી કે, કોડીનાર જંગલેશ્વર આગળ વાડીમાં હથિયારો રહેલ છે. ત્યાર બાદ ગીર સોમનાથ એસ. ઓ. જી ગેરકાયદેસર હથિયારોની તપાસમાં માટે પોતાની કાર લઈને બંને તપાસ માટે ગયા હતા. તે દરમિયાન આ વાડીમાં 6 થી 7 ઇસમો ખાવાની પાર્ટી માણવામાં આવી રહી હતી.

તમને જણાવી દઈએ કે, એવામાં અચાનક પડતા બંને જવાનો ઉપર લાકડા પાઇપ છરી વડે હુમલો કરવામાં આવતા મેહુલસિંહ પરમારને માથાના ભાગમાં તથા ગોપાલસિંહને ઇજા પહોંચતા પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. ત્યાર બાદ બંનેને સારવાર માટે રા. ના. વાળા હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા.

તેની સાથે પોલીસ મેહુલસિંહ પરમારની ફરિયાદ આધારે રાઉન્ડપ કરવામાં આવ્યું હતું અને આ મામલામાં 10 પૈકી 7 ની ધરપકડ કરાઈ હતી. જ્યારે હજુ પણ ત્રણ ફરાર છે અને મેહુલસિંહ પી પરમાર દ્વારા સંજય ભગવાનભાઈ ચૌહાણ, કેતન મકવાણા, રાકેશ સોલંકી, સિદ્ધાર્થ મેર, દિવાળી ચૌહાણ, દર્શના ચૌહાણ, ભાવના ચૌહાણ, રેખા ધીરુભાઈ, લાલજી સરમણભાઈ અને એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં 7 પકડાયા હતા અને 3 ફરાર રહેલા છે. આ મામલામાં પી. એસ. આઇ અને પી. એમ. ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.