IndiaNews

ઓટો-ટ્રકની ટક્કર, લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારના 7 સભ્યોના દર્દનાક મોત

Accident : મોટા સમાચાર બિહારના સીતામઢીથી સામે આવી રહ્યા છે, જ્યાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના દુઃખદ મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને હોબાળો મચાવ્યો હતો. આ ઘટના સીતામઢી પોલીસ સ્ટેશનના પાકડી ચોક પાસે બની હતી, જ્યાં ટ્રક અને ઓટો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોને સીતામઢીની સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મૃતક મોહંમદ જાબીર નદાફના પરિવારજનોએ જણાવ્યું કે તેમના પુત્ર મો.ઈબ્રાન ના લગ્ન હતા. લગ્ન ગઈકાલે થયા હતા. આ જ લગ્નમાં હાજરી આપવા માટે તેમની પુત્રીનો પરિવાર સોનબરસા પોલીસ સ્ટેશન વિસ્તારના બશિયા ગામમાંથી હરપુરવા આવ્યો હતો. આજે આ તમામ ઓટો દ્વારા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સીતામઢી તરફથી આવી રહેલા એક ઝડપી ટ્રકે ઓટોને જોરથી ટક્કર મારી હતી.

આ પણ વાંચો: 65 વર્ષના વેપારીએ 16 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા, પહેલી પાંચ પત્નીથી છે 16 બાળકો

આ ઘટનામાં ઓટોના ડ્રાઈવર સહિત સાત લોકોના મોત થયા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ટ્રકને આગ ચાંપી દીધી હતી. ઓટોમાં મહિલાઓ અને બાળકો હતા. ડ્રાઈવર હરપુરવા ગામનો બદ્રે આલમ હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી હોત તો કેટલાક જીવ બચાવી શકાયા હોત.

લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટ્રકની આગને ઓલવવા માટે પહેલા ફાયર એન્જિન પહોંચ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ ફાયર એન્જિનને અટકાવી દીધું હતું, જેના કારણે ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ મુખ્ય માર્ગ બ્લોક કરી દીધો હતો અને હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: આ વર્ષનું પહેલું વાવાઝોડું “Mocha” આવી રહ્યું છે, 7 થી 11 મે સુધી આ રાજ્યોમાં એલર્ટ

આ પણ વાંચો: 13 વર્ષના વરુણે ભારત માટે જીત્યા 3 ગોલ્ડ મેડલ, ભારતનું આખી દુનિયામાં કર્યું રોશન