AhmedabadGujarat

બાબા બાગેશ્વરનો અમદાવાદમાં યોજાનાર દિવ્ય દરબાર આ કારણથી કરાયો રદ્દ

બાગેશ્વર બાબા અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમના અમદાવાદમાં યોજાનાર દિવ્ય દરબારને લઈને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાનાર દિવ્ય દરબાર હાલ રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાના કારણે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આજે ભરાઈ શકશે નહીં. આ દિવ્ય દરબાર પહેલા અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ શક્તિ મેદાનમાં ભરાવાનો હતો. પરંતુ દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી અંતિમ સમયે સ્થળમાં ફેરફાર કરીને ઓગણજ એસપી રીંગ રોડ નજીક દ8વય દરબાર ભરાવાનું આયોજન કરાયું હતું. પરંતુ વરસાદ પડવાના કારણે બંને જગ્યાએ ખૂબ જ પાણી ભરાઈ ગયા હોવાના લીધે આજે અમદાવાદમાં યોજાનાર દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં યોજાનાર બાબા બાગેશ્વરના દરબારનો કાર્યક્રમ વરસાદના કારણે રદ્દ કરવામાં આવ્યો છે. ગતરોજ અમદાવાદમાં અતિ ભારે વરસાદના પડવાના કારણે ઓગણજ ખાતે જ્યાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખૂબ જ પાણી ભરાઇ ગયા છે. જો કે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, દરબાર ભલે રદ કરવામાં આવ્યો હોય પણ બાબા તેમના ભક્તોને દર્શન આપે તેવી વ્યવસ્થા હાલ આયોજકો દ્વારા કરાઇ રહી છે.

નોંધનીય છે કે, રાજકોટમાં યોજાનાર બાબા બગેશ્વરના દિવ્ય દરબારના કાર્યક્રમને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. આજે પણ બગેશ્વર બાબાના પોસ્ટરો ફાડવામાં આવ્યા છે. રામદેવપીર ચોકડી ખાતે બાબા બાગેશ્વરના લાગેલા બેનરોને કોઈએ ફાડ્યા હતા. રાજકોટમાં યોજાનાર દિવ્ય દરબારને રદ્દ કરવા માટે વિજ્ઞાન જાથાએ કલેકટરને આવેદન પત્ર પણ આપ્યું હતું. આમ એક બાજુ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં લાખો લોકો આવી રહ્યા છે. તો બીજી બાજુ કેટલાક લોકો બાબા બાગેશ્વરનો વિરોધ પણ કરી રહ્યા છે.