રેલવે અને બસ ની જેમ હવે એરપોર્ટ પર પણ મુસાફરોના માલ-સામાનની ચોરી થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની એક વૃદ્ધા સાથે પણ આવું જ કંઈક થયું છે. વૃદ્ધા અમદાવાદ એરપોર્ટથી મુંબઇ અને ત્યારબાદ ત્યાંથી કેનેડા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બેગ માં રહેલ સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જેને લઈને મહિલા એ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલાનો પુત્ર કેનેડામાં રહે છે. ત્યારે પુત્રના ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી આ 61 વર્ષની ઉંમરના વૃદ્ધા કેનેડા જવા માટે નીકળ્યા હતા. તેઓએ તેમની પૌત્રી માટે 10 તોલા જેટલું સોનું તેમજ ચાંદીની ગણપતિજીની મૂર્તિ અને પૂજા માટે ચાંદીના કેટલાક વાસણો લઈ જઈ રહ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ થી વાયા મુંબઈ એરપોર્ટ થઈને કેનેડા જવા માટે નીકળ્યા હતા. અમદાવાદ અને મુંબઈ આ બંને એરપોર્ટ ઓર તેમની બેગનું ચેકીંગ થયું હતું. આ દરમિયાન તેમણે મુંબઈ એરપોર્ટ પર ઉતરીને તેમની બેગ પરત માંગી હતી. અને તેમણે તેમની બેગ તપાસી તો જોયું કે તેમને પૌત્રી માટેલ લીધેલ સોના ચાંદીના ઘરેણાં તેમજ ગણપતિજીની મૂર્તિ ગાયબ છે. તેથી તેમણે આ અંગે મુંબઇ એરપોર્ટ ઓથોરિટીને ફરિયાદ કરતા એરપોર્ટ ઓથોરિટીએ આ મામલે હાથ ઊંચા કરી લીધા હતા.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે, એરપોર્ટ ઓથોરિટીએ આ સમગ્ર મામલે આવું કઈ બન્યું જ નથી તેમ કહીને હાથ ઊંચા કરી લીધા છે.