SaurashtraGujaratJamnagar

બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવા મામલે મેનેજર જય સચદેવનું મોટું નિવેદન

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવાના મામલો ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં બાલાજી વેફરના મેનેજર જય સચદેવ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. બાલાજી વેફરના મેનેજર જય સચદેવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેફરનો પ્લાન રોબોટિક મશીનથી સજ્જ રહેલ છે તેના લીધે આ બનાવ બનવો શક્ય નથી. દેડકો પ્લાન્ટમાં આવી શકે તે વાતમાં કોઈ તથ્ય રહેલ નથી. વેફરના પેકેટમાં દેડકો કેમ આવ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, જામનગરના રહેવાસી જસ્મીન પટેલ મુજબ, તેમણે સોસાયટીની બહાર આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી પોતાની ભત્રીજી માટે બાલાજી વેફરનું પડીકું લીધું હતું. જ્યારે તેમને ઘરે લઇ જઇને તેને ખોલ્યું તો તેમાંથી મરેલો દેડકો નિકળ્યો હતો. તેના લીધે તેમના દ્વારા બાલાજી વેફરમાં મૃત દેડકો નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે આ રીતે વેફરના પડીકામાંથી મરેલો દેડકો જોઇને તેઓ ચકિત થઈ ગયા હતા. ત્યારબાદ સવારના તેમના દ્વારા આ પડીકું દુકાનદારે બતાવવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટના જણાવી હતી.

જ્યારે જસ્મીન પટેલ દ્વારા દ્વારા દુકાનદારને આ વાત કરી તો દુકાનદાર દ્વારા એજન્સીવાળા સાથે વાત કરવામાં આવી હતી. તેના પછી તેમણે કસ્ટમર કેરમાં તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી. તેમ છતાં કયો યોગ્ય જોવા તેમને પ્રાપ્ત થયો નહોતો. એવામાં હવે આ મામલાને સતત ચર્ચાઓ જોર પકડ્યું છે.