
ણી વખત કેટલાક નરાધમો ઉપર હવસ એટલી બધી હાવી થઈ જતી હોય છે કે તે લોકો સબંધની મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાંથી સામે આવ્યું છે. જ્યાં 14 વર્ષની એક કિશોરી સાથે તેના સાવકા પિતા, બે ભાઈઓ અને કાકાએ દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે કિશોરીની પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ 14 વર્ષની બાળકી નાનપણમાં અનાથ હતી. તે 4-5 મહિનાની હતી તે દરમિયાન અડાજણના એક દંપતીએ ઘોડદોડ વિસ્તાર ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી આ કિશોરીને દતક લીધી હતી. બાળકી મોટી થતા તેના સાવકા પિતાની દાનત બગડતા સાવકા પિતાએ જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પત્નીએ તેના પતિને આમ કરવા રોક્યો તો પતિએ કહ્યુ કે આપણે તો દત્તક લીધી છે આપણી સગી દીકરી થોડી છે. એમ કહીને અવારનવાર આ નરાધમ પિતા બાળકી પર દુષ્કર્મ આચરતો હતો. બાળકીના સાવકા પિતાની સાથે સાથે તેના બે ભાઈઓ અને કાકા પણ દુષ્કર્મ આચરતા હતા.
નોંધનીય છે કે, આ બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં. જેથી પતિને ડર લાગ્યો કે તેની પત્ની અને બાળકી આ વાત બહાર કોઈને જણાવી દેશે તો તે મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી પતિએ બાળકીને સાપુતારા ખાતેની એક હોસ્ટેલમાં ભણવા મોકલી દીધી હતી. જો કે, પિતાની ફરીથી દાનત બગડતા તેણે આ બાળકીને ફરી ઘરે બોલાવીને સુરતની એક શાળામાં તેનું એડમિશન કરાવ્યું હતું. અને આ પિતાએ ફરીથી બાળકી સાથે દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, પતિના આ પ્રકારના વર્તનથી કંટાળીને પત્ની તેની બાળકીને લઈને આખરે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને આ સમગ્ર મામલે બાળકીને સાથે રાખીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.