બનાસકાંઠામાં બોગસ તબીબે કર્યો મોટો કાંડ, ઇન્જેક્શન આપતા બે વર્ષના બાળકનું મોત
સાબરકાંઠામાં ડીગ્રી વગરના ડોક્ટર લીધે એક બાળકનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, બનાસકાંઠામાં 2 વર્ષના બાળકને બોગસ ડોક્ટર દ્વારા ઇન્જેક્શન આપવામાં આવતા તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેના લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના પોશીના તાલુકાના કોટડા ગઢીમાં ઘટી હોવાનું સામે આવ્યું છે.
સાબરકાંઠામાં પોશીના તાલુકાના કોટડા ગઢીમાં બોગસ તબીબના કારણે બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. તેના લીધે પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. આ મામલામાં પરિવાર દ્વારા ડોક્ટરની ડિગ્રી બાબતે તપાસ કરવામાં આવતા મોટો ખુલાસો થયો હતો. તેમાં જાણકારી સામે આવી છે કે, તબીબ પાસે કોઇપણ પ્રકારની ટીકીટ જ નહોતી અને તે લોકોને દવા પણ આપી રહ્યો હતો. આ કારણોસર પરિવાજનો સહીત લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. તેના લીધે ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ક્લીનીક છોડીને નાસી ગયો હતો.
ઘટનાની જાણકારી મળતા પોલીસને મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં બોગસ તબીબને પકડવા માટે ક્વાયાત હાથ ધરી છે. એવામાં એક વાત તો છે કે આવવા તબીબોના લીધે લોકોના જીવ અધ્ધરતાલે મુકાતા હોય છે. તેની સાથે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આ તબીબ સામે સખ્ત પગલા ભરવામાં આવે તેને લઈને પોલીસથી માંગણી કરી છે.