VadodaraGujarat

વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચતા લોકોના આક્રોશના શિકાર બન્યા

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે ભારે તબાહી મચાવી છે. તેની સાથે વડોદરામાં પણ વરસાદી પાણી ભરાઈ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જતા લોકો દ્વારા તેમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ નો વિરોધ કરતા લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “અમારે કોઈને વોટ આપવો નથી, તમે અહીંથી ચાલ્યા જાઓ. અહીં માણસ ડૂબી જાય એટલું પાણી રહેલું હતું. પીવાનું પાણી પણ મળતું નથી, આમને પેલો મગરવાળો વીડિયો દેખાડો. ત્યાર બાદ લોકો દ્વારા ઘેરવામાં આવતા કોર્પોરેટરને ત્યાંથી નાસવું પડ્યું હતું.

નોંધનીય છે કે, ગઈકાલના ભાજપના જ ધારાસભ્ય મનિષા વકીલ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા લોકો દ્વારા તેમનો વિરોધ કરીને તેમને ભગાડી દેવામાં આવ્યા હતા. સતત ત્રણ- ત્રણ દિવસથી લોકો ભૂખ્યા-તરસ્યા રહેલા હતા. તે સમયે કોઈ નેતા અહીં પહોંચ્યા નહોતા. તેના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, વડોદરા શહેરમાં પૂરનું પાણી ઓસરી જતા હવે મંત્રી, ધારાસભ્યો, મેયર અને કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે લોકો દ્વારા ભારે રોષ દેખાડવામાં આવ્યો હતો. એવામાં ગઈ કાલના વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીબાઈની ચાલીમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર બંદિશ શાહનો લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તેની સાથે જણાવી દઈએ કે, વડોદરા શહેરમાં ભયાનક પૂર વચ્ચે ત્રણ દિવસથી ભૂખ્યા અને તરસ્યા લોકોમાં સરકાર અને તંત્ર સામે ભારે આક્રોશ રહેલો છે. પૂરની સ્થિતિ દરમિયાન ફસાયેલા લોકોને તંત્ર કે સરકાર દ્વારા કોઈ મદદ આપવામાં આવી નહોતી. તેના લીધે ત્રણ દિવસ સુધી પોતાના ઘરોમાં પુરાઈ રહેવાનો લોકોનો વારો આવ્યો હતો. આ દરમિયાન લોકોને પીવા માટે પાણી મળ્યું નહોતું.

એવામાં વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર બંદિશ શાહ પહોંચ્યા હતા. ત્યાં તેમનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહનો વિરોધ કરતા લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “અમારે કોઈને વોટ આપવો નથી, તમે અહીંથી ચાલ્યા જાઓ. અહીં માણસ ડૂબી જાય એટલું પાણી રહેલું હતું. પીવાનું પાણી પણ મળતું નથી, આમને પેલો મગરવાળો વીડિયો દેખાડો. ત્યાર બાદ લોકો દ્વારા ઘેરવામાં આવતા કોર્પોરેટરને ત્યાંથી નાસવું પડ્યું હતું.