AhmedabadGujarat

આ જગ્યાએ સેલ્ફી લેતા પહેલા ચેતી જજો નહી તો દંડથી લઈને જેલ સુધીની સજાની છે જોગવાઈ

જ્યારે પણ તમે ફરવા માટે કોઈ સારી જગ્યાએ જાવ છો ત્યારે તમે હરખપદુડા બનીને સેલ્ફી લઇ લેતા હોઉં છો. પરંતુ શું તમે જાણો છો કે એવા અનેક સ્થળો છે જ્યાં સેલ્ફી લેવું તમને ભારે પડી શકે છે. અને તમારે હજારો રૂપિયા દંડ ભરવો પડી શકે છે. તો આવો જાણીએ આવા કેટલાક સ્થળો વિશે જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા હિલ સ્ટેશન પર પ્રશાસન દ્વારા સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. પબ્લિક નોટિફિકેશન અનુસાર અહીં ટુરિસ્ટ પ્લેસમાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો નિયમ કોઈ ભંગ કરે છે તો તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ નિયમ ભંગ કરનારને 200 રૂપિયાનો દંડ કે એક મહિનાની જેલ પણ થઈ શકે છે. આ સિવાય ગોવામાં પણ અનેક મોતની ઘટનાઓ સામે આવ્યા પછી ત્યાના સ્થાનિક તંત્ર દ્વારા બીચ પર સેલ્ફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અનેક જગ્યાએ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં જાપાન દેશના પબ્લિક રેલવે નેટવર્કમાં લોકોએ સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. લંડન ટાવરમાં પણ એવી અનેક જગ્યાઓ છે જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો સ્પેન દેશની ફેમસ રનિંગ ઓફ ધ બુલ્સ ઈવેન્ટમાં પણ લોકોને સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. કારણ કે આ સાંઢોની રેસ ચાલતી હોય દરમિયાન જો કોઈ સેલ્ફી લેવા જાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. જો તમે આ નિયમ ભંગ કરીને રેસ દરમિયાનસેલ્ફી લો છો તો તમારા પર પર 3305 ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 2.70 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ બધી જ જગ્યાએ મોટી દુર્ઘટનાઓ ના ઘટે તે માટે થઈને સેલ્ફી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેમ કે, ઘણા લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનું ધ્યાન ખોઈ બેસતા હોય છે. અને સેલ્ફીની મજા એ ઘણી વખત મોતની સજા બની જતી હોય છે. માટે જ આવી કોઈ દુર્ઘટનાઓ ના ઘટે તે માટે આ જગ્યાઓના સ્થાનિક તંત્ર દ્વારા અહીં સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે