SaurashtraGujaratSurendranagar

પીએમ નરેન્દ્ર મોદીની સભા સુરેન્દ્રનગર માં યોજાઈ તે પહેલા ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, જાણો સંપૂર્ણ અહેવાલ….

રાજ્યમાં સતત ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં સુરેન્દ્રનગર થી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર ના વઢવાણમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભા યોજવાના છે, તેમ છતાં પીએમ નરેન્દ્ર મોદીની આ સભા યોજાઈ તે પહેલા  સુરેન્દ્રનગરના લખતરમાં 6 સહકારી આગેવાનો દ્વારા ભાજપમાંથી રાજીનામા આપી દેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

જાણકારી મુજબ, લખતર માર્કેટિંગ યાર્ડ ના ડિરેકટર કલ્પરાજસિંહ રાણા અને ભુપેન્દ્રસિંહ રાણા, લખતર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ મેન્ડેડ પરથી વેપારી પેનલમાંથી બિનહરીફ ચૂંટાયેલા પાર્થરાજસિંહ ઝાલા, લખતર માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભુપત સિંહ રાણા દ્વારા ભાજપમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. આ તમામ સહકારી આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ ને રાજીનામા મોકલી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન ના આગમન પહેલા ભાજપમાંથી રાજીનામાં પડવાથી સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાવો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવેલ છે. ગઈ કાલના વડાપ્રધાન મોદી એ ડીસા અને હિંમતનગરમાં જનસભા સંબોધી હતી. જ્યારે આજે 2 જી મેના રોજ પીએમ મોદી આણંદ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપની વિજય વિશ્વાસ જનસભાને સંબોધવાના છે. જેમાં સવારે 10 વાગ્યે આણંદ ખાતે સભાને સંબોધી પીએમ મોદી 12 વાગ્યે સુરેન્દ્રનગર ના વઢવાણમાં જનસભાને સંબોધવાના છે. એવામાં હવે આ સમાચાર સામે આવ્યા છે.