બહારનું ખાતા પહેલા ચેતજો : બનાસકાંઠામાં ચવાણાના પેકેટમાંથી મળી આવી મૃત ગરોળી
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમકે અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત બનાસકાંઠાનાં થરાદનાં પીલુડામાંથી સામે આવી છે. આ ગામમાં એક ગ્રાહકના નમકીનમાંથી મૃત ગરોળી મળી આવી છે. તે બાબતમાં ગ્રાહક દ્વારા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરવામાં આવ્યા છે.
આ બાબતમાં ગ્રાહક દ્વારા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નમકીનનાં સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પરિવારજનો દ્વારા ચવાણું આરોગતા બાળકને ઝાડા ઉલ્ટી થઈ ગયા હતા. ગ્રાહક દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
આ મામલામાં ફરિયાદી વિરમાભાઈ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે દસેક પંદર દિવસ પહેલા આનંદ નમકીનનું ચવાણું લાવ્યા હતા. જે પેકેટમાંથી છોકરાઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ છોકરાઓને ઝાડા ઉલ્ટી થતા મે પેકેટની તપાસ કરી તો પેકેડ ડેટ બહારનું ન રહેલું હતું. પરંતું પેકેટની અંદર ગરોળી રહેલી હતી. તે બાબત માં દુકાન માલીકને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ દુકાનદાર દ્વારા મને કંપનીનો નંબર આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કંપનીમાં આ સમગ્ર બાબતમાં જાણ કરવામાં આવતા કંપનીવાળા દ્વારા જણાવવામાં આવ્યું કે, અમારામાં આવું કંઈજ જ નથી તમે જ કંઈ કર્યું હશે. તેના પછી ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવતા ગ્રાહક સુરક્ષા દ્વારા આ બાબતમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.