GujaratAhmedabad

ગુજરાતમાં કોંગ્રેસમાં મોટો ભૂકંપ, રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ અચાનક રાજીનામું આપી આપ્યું મોટું નિવેદન….

લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવ્યો છે. કેમ કે, કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર થયા બાદ અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે આ અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારા પિતા રાજકુમાર ગુપ્તાની તબીયત નાદુરસ્ત હોવાના લીધે ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું.

તાજેતરમાં કોંગ્રેસ દ્વારા લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાને પસંદ કરવામાં આવ્યા હતા. એવામાં આજે રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જાણકારી અનુસાર આ અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે તેમના પિતા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેવામાં આવ્યા છે.

રાજીનામું આપવાની સાથે રોહન ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો આપવામાં આવી રહ્યો હતો. તેના લીધે મને આઘાત લાગ્યો હતો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ પણ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય રહેલ છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન પહોંચી રહ્યું છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવેલ છે. આ કારણોસર મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી રહેલ છે.