રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ બનેલું છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓ માં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેના લીધે પૂર જેવી સ્થિતિ અમુક જિલ્લાઓ ના ગામોમાં જોવા મળી રહી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થવાના લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના લીધે આજે ગુજરાતના અમુક જિલ્લાઓ માં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને સુરત રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સિવાય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જૂનાગઢ રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નવસારી ડાંગ તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અરવલ્લી અને મહીસાગરમાં છુટોછવાયો ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.