AhmedabadGujarat

બિપોરજોય વાવાઝોડાને લઈને સામે આવી મોટી જાણકારી….

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને સંકટ ઘેરાયેલું છે. તેને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે. જ્યારે આ વાવાઝોડાના લીધે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયા છે. રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવેલ છે. તેની સાથે વાવાઝોડાના લેન્ડફોલની દિશા આવતીકાલના જાણ થશે. જ્યારે વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 570 કિલોમીટર દૂર રહેલું છે. વાવાઝોડું ધીરે-ધીરે ગુજરાત તરફ નજીક આવી રહ્યુ છે.

તેની સાથે આગામી 24 કલાકમાં આ વાવાઝોડું વધુ સક્રિય બનશે. જ્યારે વાવાઝોડું ગોવાથી 690 કિમી અને મુંબઈથી 610 કિમી દૂર રહેલું છે. આ સિવાય કરાંચીથી 880 કિમી દૂર રહેલ છે. ત્યારે વાવાઝોડાને લઈ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી માહોલ બન્યો છે. વાવાઝોડાના લીધે તાપી જીલ્લાના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જયારે વાવાઝોડાની અસરના લીધે સોનગઢ, વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

આ સિવાય ગીર સોમનાથનાં દરિયા કિનારે પણ ભારે પવન સાથે વરસાદી માહોલ બન્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથનાં દરિયાકિનારે પણ દેખાઈ છે. જેમાં ગીર સોમનાથનાં દરિયાકિનારે પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. આ સિવાય અનેક શહેરોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે.

જ્હયારે વામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લેશે. તેને લઈને હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે.

આ સિવાય અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની શક્યતા રહેલી છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે.

આ વાવાઝોડાની અસર લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બનશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ જોવા મળશે જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળશે.