અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જયારે હવે આ મામલામાં તથ્ય પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે આરોપી તથ્ય પટેલ હવે ક્યારેય વાહન ચલાવી શકશે નહીં. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ સખ્ત પગલા ભરવામાં આવ્યા છે.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ બાબતમાં તથ્ય પટેલની અરજી પર આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તથ્ય પટેલ દ્વારા મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તથ્ય પટેલ દ્વારા ઘરના ભોજન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તથ્ય પટેલ દ્વારા કોર્ટમાં ઘરનું ટિફિન આપવાની માંગ કરવામાં આવી હતી. તેની સાથે તથ્ય પટેલ દ્વારા કોર્ટમાં ડિસ્ટન્સ સ્ટડી માટે મંજૂરી માંગવામાં આવી છે.
તેની સાથે તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરાયું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરાઈ રહી છે જ્યારે તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરાયું હતું. તેમ છતાં તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં સામે આવ્યું હતું. તેની સાથે તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલ દ્વારા જેલમાં બહારનું ભોજન આપવા અને સગા વ્હાલાઓને વધુ સમય આપવા માટે પણ માંગ કરવામાં આવી છે. આ સિવાય કેસને લગતા દસ્તાવેજની માંગ કરતી અરજી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ કરવામાં આવી હતી. આરોપીને રજૂ કરવા માટે જેલ યાદી મોકલવામાં આવશે તેમજ કેસને લઈને મુદ્દામાલ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.