પાવાગઢ માં જૈન સમાજ ની મૂર્તિ ઓ ખંડિત થવા અંગે આવ્યા મોટા સમાચાર
યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત મામલામાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં જૈન સમાજ દ્વારા આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. મૂર્તિ ખંડિત થવા બાબતમાં છેલ્લા બે દિવસથી જૈન મુનિઓ, સ્વામી મહારાજો, અનુયાયીઓ અને લોકો ધરણાં પર બેઠેલા હતા. જ્યારે જૈન સમાજની તમામ માંગણીઓનો સ્વિકાર કરવામાં આવતા સુરત ખાતે આંદોલન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરની પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવાની ઘટના બાદ જૈન સમાજના ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ મામલામાં સુરત, પાવાગઢ સહિત વિવિધ જિલ્લાઓમાં જૈન સમાજનાં લોકોએ ધરણાં પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૈન સમાજનાં લોકો દ્વારા જવાબદારો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સુરતમાં પણ છેલ્લા બે દિવસથી રાજ્યભરમાંથી જૈન સમાજનાં લોકો પહોંચ્યા હતા અને તેમના દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે હવે બે દિવસનાં ધરણાં પ્રદર્શનનો હવે સુખદ અંત આવી ગયો છે. તમામ માગણીઓનો સ્વિકાર થતાં જૈન સમાજનું આંદોલન પૂર્ણ કરી દેવાયું છે.
જાણકારી અનુસાર, જૈન સમાજનાં તમામ લોકો પોતાનાં નિવાસસ્થાને રવાના થઈ ગાય છે. તેની સાથે જ જૈન સમાજનાં લોકોમાં હર્ષની લાગણી પણ જોવા મળી છે. તેમ છતાં પાવાગઢ વિવાદ સમાપ્ત કરવા સરકાર તરફથી પણ બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જૈન સમાજનાં અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર પાસે ખાનગી સ્થળે આ બેઠક યોજવામાં આવી હતી. સરકારની મધ્યસ્થી બાદ ફરિયાદ અને ચાલી રહેલી તપાસ દરમિયાન વિવાદ સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હવે સુરતમાં જૈન સમાજ દ્વારા આંદોલન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.